જૂના પાદરા રોડ પર રોડ ક્રોસ કરતા વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત

દિવાળીપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધા મંદિરે દર્શન કરવા ગયાં હતાં

MailVadodara.com - An-elderly-man-was-killed-after-being-hit-by-an-unknown-vehicle-while-crossing-the-road-on-Juna-Padra-Road

- મૃતકના સંબંધીએ અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી

વડોદરાના જૂના પાદરા રોડ પર રોડ ક્રોસ કરતાં વૃદ્ધાને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.

જૂના પાદરા રોડ દિવાળીપુરા જયનિધિ ટાઉનશિપમાં રહેતાં ૮૫ વર્ષના સરયુબેન જેઠાભાઇ પટેલ ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી વાસણા રોડ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં. ત્યાંથી દર્શન કરીને તેઓ ચાલતા ઘરે આવતાં હતાં. રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનચાલકે તેઓને ટક્કર મારતા કમર, હાથ અને ગાલ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. સરયુબેને લગ્ન કર્યા નહીં હોવાથી તેઓ એકલાં જ રહેતાં હતાં. બનાવ અંગે તેમના સંબંધીએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરવા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.

Share :

Leave a Comments