છાણી વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલક વૃદ્ધને અન્ય એક્ટિવાએ ટક્કર મારતા સ્થળ પર મોત

છાણીમાં રહેતા 68 વર્ષીય સિનિયર સિટીઝન મગનભાઇ પટેલ ઘરેથી કરીયાણું લેવા નિકળ્યા હતા

MailVadodara.com - An-elderly-Activa-driver-who-was-crossing-the-road-in-Chhani-area-was-hit-by-another-Activa-and-died-on-the-spot

- અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા

- છાણી પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને તુરંત મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો


વડોદરાના છાણી વિસ્તારમાં બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થતાં વેપારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. છાણી પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને તુરંત મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના છાણી વિસ્તાર રહેતા 68 વર્ષીય સિનિયર સિટીઝન મગનભાઇ પટેલ ઘરેથી કરીયાણુ લેવા માટે નિકળ્યા હતા. તેઓ પોતાની એક્ટિવા પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે રોડ પર આવી રહેલી એક્ટિવાએ તેમને ટક્કર મારી હતી. જેથી વૃદ્ધ ડિવાઇડર સાથે અથડાયા હતા. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજી એક્ટિવામાં સવાર વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને મુખ્ય રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચ્યો હતો અને ટ્રાફિકને દૂર કર્યો હતો અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે, મને માહિતી મળી હતી કે, નાયરા પેટ્રોલ પંપની સામે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ સાંભળીને અમે તાત્કાલિક અહીં દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ મારા જ નજીકના સંબંધી હતા. તેઓ મારા દાદા થતા હતા. અકસ્માત ઘણો ગંભીર હતો. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેઓ લાકડાનો વ્યવસાય કરતા હતા.

છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ રવિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments