રસુલપુર ગામે મોડી રાત્રે રસ્તા પર એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર અને વન વિભાગને જાણ કરી હતી

MailVadodara.com - An-atmosphere-of-fear-gripped-the-villagers-of-Rasulpur-after-a-crocodile-was-spotted-on-the-road-late-at-night

- મગરને પકડીને સલામત સ્થળે ખસેડવાની ગ્રામજનોની માંગ

સાવલી તાલુકાના રસુલપુર ગામે મોડી રાત્રે રસ્તા પર એક મગર દેખાયો હતો. આ ઘટનાને કારણે ગ્રામજનોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ સર્જાયો હતો.


રસુલપુર ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિર નજીક મગર જોવા મળ્યાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રસ્તા પર મગરને જોઈને ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. મગર ગામના રહેણાંક વિસ્તાર નજીક આવી પહોંચતા ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર અને વન વિભાગને જાણ કરી હતી. તેમણે મગરને પકડીને સલામત સ્થળે ખસેડવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે મગરને કારણે કોઈ જાનહાનિ કે અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.

Share :

Leave a Comments