કારેલીબાગની ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી 65.93 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ

સુરતથી ગાંજો લાવી વડોદરામાં વેચાણ કરવાનો ખુલાસો, સપ્લાયર સહિત બે સામે તપાસ શરૂ

MailVadodara.com - An-accused-arrested-with-65-93-grams-of-ganja-from-karelibaug

- પોલીસે અબ્દુલ માજીદ ઉર્ફે સોનુ ઉર્ફે છેદી વહાબ ખાન પઠાણના પેન્ટના ખિસ્સામાંથી 65.93 ગ્રામ ગાંજો (કિંમત  3296) સાથે ચલણી નોટો મળી રુપિયા 4,796નો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. કારેલીબાગ સર્વેલન્સ સ્ક્વોડ પોલીસની ટીમે ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી સુરતથી આ નશીલો પદાર્થ લાવીને વડોદરામાં સ્થાનિક સ્તરે છૂટક વેચાણ માટે આપવાનો હોવાનું સામે આવ્યું છે.

આરોપીનું નામ અબ્દુલ માજીદ ઉર્ફે સોનુ ઉર્ફે છેદી વહાબ ખાન પઠાણ (રહે. ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટી, કારેલીબાગ) હોવાનું ખૂલ્યું છે. આરોપીના પેન્ટના ખિસ્સામાંથી 65.93 ગ્રામ ગાંજો (કિંમત  3296) મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી ચલણી નોટો મળી રુપિયા 4,796નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછ દરમિયાન વિગતો બહાર આવી છે કે, સુરત રેલવે સ્ટેશન પાસે ફૂલ માર્કેટ નજીકના એક અજાણ્યા શખ્સ પાસેથી આ ગાંજો લાવ્યો હતો. સુરતથી લાવેલો આ છૂટક ગાંજો તે કારેલીબાગ સ્થિત કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા હુસેન કાદરમીયા સુન્ની નામના ઈસમને પહોંચાડવાનો હતો.

પોલીસે આરોપી અબ્દુલ માજીદ ઉપરાંત ગાંજો મંગાવનાર હુસેન કાદરમીયા સુન્ની અને સુરતના અજાણ્યા સપ્લાયર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments