વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉપર એસ.ટી. બસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ઘટનાને પગલે બ્રિજ ઉપર અડધો કિલોમીટર ટ્રાફિક જામ થઇ ગયો હતો

MailVadodara.com - An-accident-occurred-between-a-ST-bus-and-two-cars-on-Fateganj-Bridge-in-Vadodara-city

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉપર એસ.ટી. બસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે બ્રિજ ઉપર અડધો કિલોમીટર ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

આ ઉપરાંત આજે શહેરના ફતેગંજ બ્રિજ ઇડર તરફ જતી રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વચ્ચેની કાર સેન્ડવીચ બની ગઈ હતી. બ્રિજ ઉપર બનેલા અકસ્માતના પગલે બ્રિજ ઉપર અડધો કિલોમીટર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતનો ભોગ બનેલા વાહનો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.


Share :

Leave a Comments