કમાટીપુરા સ્થિત અમન રેસિડન્સીની ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા ઓફિસ-કારના કાચ તૂટ્યા, દોડધામ મચી

ઓફિસમાં સવારે પૂજા કરવા અગરબત્તી સળગાવતા દરમ્યાન જોરદાર બ્લાસ્ટ થયો હતો

MailVadodara.com - An-AC-blast-at-the-Aman-Residency-office-in-Kamathipura-shattered-the-office-and-car-windows-causing-a-commotion

- બ્લાસ્ટને કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો, પ્રચંડ બ્લાસ્ટ ACમાં થયો હોવાનું ફાયર વિભાગે જણાવ્યું

- ઓફિસમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં આખી ઓફિસના કાચ અને દૂર પાર્ક કરેલી કાર ના કાચ પણ તૂટી ગયા, પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના લોકો અને વેપારીઓ દોડી આવ્યા


વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે અગરબત્તી સળગાવવામાં આવી હતી. દરમ્યાન એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ રહસ્યમય બ્લાસ્ટને કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટ ACમાં થયો હોવાનું ફાયરે જણાવ્યું હતું.


શહેરના કમાટીપુરા ખાતે આવેલ અમન રેસિડન્સીમાં આવેલી ઓફિસમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં એક વ્યક્તિ દાઝી જતા તેને નરહરિ હોસ્પિટલમાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઓફિસમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં આખી ઓફિસના કાચ અને દૂર પાર્ક કરેલી કાર ના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટનો પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ દોડી આવ્યા હતા.


ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટના મકસૂદ હબીબ નામના વ્યક્તિને દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.


આ ઘટના અંગે મુર્તુઝા સૈયદે જણાવ્યું હતું કે, અમારો માણસ સવારે અહીંયા અગરબત્તી કરતો હતો. દરમ્યાન અચાનક એક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઓફિસમાં નુકસાન થયું છે. સાથે વ્યક્તિ દાઝી ગયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરની ટીમ આવી ગઈ છે અને કામગીરી કરી રહી છે.

Share :

Leave a Comments