મિત્ર સાથે ઝઘડો થતાં માતા-પિતા ઠપકો આપશે એવા ડરથી 8 વર્ષનો બાળક ટ્રેનમાં બેસી સુરત પહોંચી ગયો

8 વર્ષનું બાળક ઝઘડા થયા બાદ ઘરે જશે તો માર પડશે એવી બીકથી સોસાયટી બહાર જતો રહ્યો

MailVadodara.com - An-8-year-old-boy-fearing-that-his-parents-would-scold-him-after-a-fight-with-a-friend-took-a-train-to-Surat

- પોલીસે સોશિયલ મીડિયા પર બાળક ગુમનું સ્ટેટસ મૂક્યુ હતું, બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ બાળકને સુરત રેલવે સ્ટેશન પરથી શોધી લાવી માતા-પિતાને સોંપ્યો

વડોદરાના આજવા રોડ પર રહેતો 8 વર્ષનો બાળક તેના મિત્રો સાથે સોસાયટીમાં રમતો હતો ત્યારે અંદરોઅંદર ઝઘડયા હતા. માતા-પિતા ઝઘડો થયા બાબતે બોલશે એવા ડરથી બાળક ગભરાઈ ગયો હતો અને ટ્રેનમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. સ્પષ્ટ નહીં બોલી શકનાર બાળક રાત સુધી ઘરે પરત નહી આવતા માતા-પિતા ચિંતિત થયા અને બાપોદ પોલીસને જાણ કરી હતી. બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થનાર 8 વર્ષના બાળકને સુરત રેલવે સ્ટેશન પરથી શોધી નાખી પરત લાવી તેના માતા-પિતાને સહી સલામત સોંપ્યો હતો.


બાપોદ પોલીસ સ્ટેશન ખાતે 4 નવેમ્બરના રોજ આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા પિતાએ બાપોદ પોસ્ટે આવીને જણાવ્યું કે, તેમનો પુત્ર અન્ય બાળકો સાથે બપોરે રમતો હતો. તે વખતે સોસાયટીના એક બાળકનો મારા દીકરા સાથે રમત-રમતમાં ઝઘડો થયો હતો. જેથી તેને ઘરે જશે તો માર પડશે એવા ડરથી સોસાયટી બહાર કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો.

કલાકો વીતી ગયા હોવા છતા બાળક ઘરે પાછો ન ફરતા માતા-પિતા ગભરાઇ ગયા હતાં. જેથી, તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ તથા મોબાઈલ વાનની અલગ-અલગ ટીમ બનાવી ગુમ થયેલ બાળકની શોધખોળ CCTV દ્વારા પો. સ્ટે. તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ, જાહેર જગ્યાઓ, ખાણીપીણીની જગ્યાઓ, તળાવો, મંદિરો, એકાંતવાળી જગ્યાએ, મોલ, બગીચાઓ ખાતે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત એક ટીમ કે બાપોદ શી-ટીમના કર્મચારીઓને સોશિયલ મીડિયા (વોટસએપ સ્ટેટસ, શી ટીમના ગૃપ) વગેરે પર ગુમ થનાર બાળકનું સ્ટેટસ વાઈરલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

બાપોદ પોસ્ટેની શી-ટીમ દ્વારા અપલોડ કરાયેલ સ્ટેટસ તથા ગુમ થનાર બાળકના વાયરલ થયેલા ફોટો સુરત રેલ્વે પોલીસ જોયો હતો ત્યારે સુરત રેલવે પોલીસે બાપોદ પોલીસને વાયરલ કરેલ ફોટા જેવો દેખાય આવતો બાળક સુરત રેલ્વે સ્ટેશન પર ટિકિટ બારી પાસે એકલો બેસેલો જોયો હતો. જેથી, બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ સુરત ખાતે પહોંચી ગઈ હતી અને બાળકને શોધી કાઢ્યા બાદ સહી સલામત વડોદરા લઈ આવી તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments