- વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે મગરનું લાંબી જહેમત બાદ રેસ્ક્યુ કર્યું
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના થુવાવી ગામમાં મોડી રાત્રે તળાવમાંથી બહાર આવેલો આશરે 11 ફૂટ લાંબો મહાકાય મગર મુખ્ય માર્ગ પર આવી ચડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રસ્તા પર મગર લટાર મારતો જોવા મળતાં સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

મગરની જાણ થતાં વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે આસપાસના લોકોને દૂર રાખી જરૂરી સાવચેતી સાથે મગરને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ ટીમે 11 ફૂટના મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપ્યો હતો.
વન વિભાગ દ્વારા મગરને રહેણાક વિસ્તારથી દૂર તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે રસ્તા પર મહાકાય મગર આવી ચડવાની ઘટનાને પગલે થોડા સમય માટે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


