વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી હેઠળ આવતાં વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાના તમામ પૂર્વ સૈનિકો (ESM) તથા પૂર્વ સૈનિકોના વિધવાઓ (ESM Widows) જેમણે હજી સુધી ઑનલાઇન નોંધણી કરાવી નથી, તેમણે તમામ સૈનિક દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ,ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, PPO, ડિસ્ચાર્જ બુક/સર્વિસ બુક, બેંક પાસબુક, તાજું વીજળી બિલ, જન્મ પ્રમાણપત્ર/સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, NOC જેવા તમામ દસ્તાવેજો સાથે શક્ય તેટલી વહેલી તકે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી, વડોદરા ખાતે સંપર્ક કરી પોતાની ઑનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
નોંધનીય છે કે ભવિષ્યમાં જિલ્લા સૈનિક કલ્યાણ તથા પુનર્વસવાટ કચેરી સંબંધિત તમામ સેવાઓ અને કામગીરી માત્ર ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. ઉપરાંત, પૂર્વ સૈનિકો / પૂર્વ સૈનિક વિધવાઓ પોતાની રીતે પણ ઓનલાઈન નોંધણી પૂર્ણ કરી શકે છે. તે માટે www.esm.gujarat.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.


