વડોદરા કોર્પોરેશન દ્વારા ગ્રીન બોન્ડ બહાર પડાયા બાદ હવે બ્લ્યુ બોન્ડ બહાર પાડશે, તૈયારીઓ તેજ

વડોદરા પાલિકા તંત્ર દ્વારા આગામી 4 મહિનામાં બ્લ્યુ બોન્ડ બહાર પાડવા માટેની તૈયારીઓ શરૂ

MailVadodara.com - After-issuing-green-bonds-Vadodara-Corporation-will-now-issue-blue-bonds-preparations-are-in-full-swing

- બ્લુ બોન્ડ એક પ્રકારની લોન છે અને બ્લુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે

આ બ્લ્યુ બોન્ડ દ્વારા પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્વચ્છતા અને સંબંધિત પર્યાવરણીય પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પડાશે, આ બ્લ્યુ બોન્ડ દ્વારા 200 કરોડની આવક ઊભી કરવાનું પાલિકાનું લક્ષ્ય!

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન બોન્ડ બહાર પાડ્યા બાદ હવે બ્લ્યુ બોન્ડ જાહેર કરવાની તૈયારીઓ તેજ થઈ છે. આ બ્લ્યુ બોન્ડ દ્વારા પાણી સંબંધિત કામો (વોટર વર્ક્સ) માટે ભંડોળ ઊભું કરવામાં આવશે. આ બોન્ડ દ્વારા પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્વચ્છતા અને સંબંધિત પર્યાવરણીય પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવશે.

પાલિકા તંત્ર દ્વારા આગામી 4 મહિનામાં બ્લ્યુ બોન્ડ બહાર પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ગ્રીન બોન્ડ બહાર પાડવાની સફળ કામગીરી બાદ હવે બ્લ્યુ બોન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બ્લ્યુ બોન્ડ દ્વારા લગભગ 200 કરોડ રૂપિયાની આવક ઊભી કરવાનું પાલિકાનું લક્ષ્ય છે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે પાણી વ્યવસ્થાપન અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, બ્લુ બોન્ડ એટલે એક પ્રકારની લોન છે. વિકાસના કામો માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ જેવી કે અમૃત, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત મિશન માટે મહાનગરપાલિકાએ ફાળો આપવાનો હોય છે. જેના ભાગ રૂપે અમે બોન્ડ બહાર પાડીને ઉઘરાવીશું.

વધુમાં કહ્યું કે, બેઝિકલી બ્લુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે. એટલે પર્યાવરણમાં જેમાંથી સુધારો થતો હોય એને ગ્રીન કેટેગરીમાં રાખવામાં આવે છે અને એમાં વધારે કોમ્પ્લાયન્સ અમારે કરવાનું રહેતું હોય છે. તો પાણી પુરવઠાના સુદ્રઢીકરણ માટેના અમૃતમાં જે પ્રોજેક્ટ છે, તેમાં અમારે જે ફાળો આપવાનો છે તેના માટે 200 કરોડ જેટલી રકમ અમે બોન્ડ થકી ઉઘરાવવાનું ગત બજેટમાં અમને મંજૂરી મળી છે. એની કાર્યવાહી આરંભી છે, હજુ ચારેક-પાંચ મહિના એમાં લાગશે.

વધુમાં કહ્યું કે, ગ્રીન બોન્ડ આપણે બે વાર બહાર પાડ્યા હતા, જેમાં એક 100 કરોડનો માર્ચ-2022માં જે રેગ્યુલર બોન્ડ હતો અને માર્ચ-2024માં ગ્રીન બોન્ડ હતો. પહેલો બોન્ડ સિંધરોટ પાણી પુરવઠા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લગતો હતો, જે પ્રોજેક્ટનું અમલીકરણ થઈ ગયું છે, તે ચાલુ પણ થઈ ગયો છે અને સાઉથ ઝોનના લોકોને પાણી પણ મળી રહ્યું છે. તે સિવાય જે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા હતા તેમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), APS અને ડ્રેનેજ નેટવર્કનું કામ છે, જે હાલ પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂરું થઈ જશે.

Share :

Leave a Comments