ગણેશ વિસર્જન બાદ 12 કૃત્રિમ તળાવોમાંથી 200 મેટ્રિક ટન જેટલો કચરો એકત્રિત કરાયો

વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરો એકઠો કરાયો

MailVadodara.com - After-Ganesh-Visarjan-around-200-metric-tons-of-garbage-was-collected-from-12-artificial-lakes

- સફાઇ કર્મચારીઓને ત્રણ શિફ્ટમાં રાખીને 24 કલાક સફાઈ સુનિશ્ચિત કરાઇ હતી

- એકત્રિત જથ્થામાંથી ફુલ-હારનો વેસ્ટ અલગ કરી ખાતર બનાવી મહિલાઓને આર્થિક સહાય મળશે

વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ વર્ષે ગણેશોત્સવના વિસર્જનના તહેવાર દરમિયાન શહેરની સફાઈ, સુવ્યવસ્થા અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. શહે૨ના ચારેય ઝોનમાં બનાવેલા 12 જેટલા કૃત્રિમ તળાવો પર સમયસર અને વ્યવસ્થિત રીતે સફાઈ કર્મચારીઓની ફાળવણી, નિર્માલ્ય વેસ્ટ કલેક્શન વાહનો, સિલ્વર બીન, ડસ્ટબિન/ડ્રમ, નિર્માલ્ય કળશ અને મોબાઇલ ટોયલેટ જેવી સુવિધાઓની વ્યવસ્થા કરીને વિસર્જન પ્રક્રિયાને સુગમ અને પર્યાવરણને મદદરૂપ બનાવવામાં આવી હતી. વિસર્જન દરમિયાન લગભગ 41000થી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન ક૨વામાં આવ્યું હતું. આ વર્ષે વિસર્જન દરમ્યાન લગભગ 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. 


પાલિકા દ્વારા આ વર્ષે વિષયક વ્યવસ્થા જાળવવા માટે કુલ 253 સફાઈ કર્મચારીઓની તૈનાતી ક૨વામાં આવી હતી. સફાઇ કર્મચારીઓને ત્રણ શિફ્ટમાં ડ્યૂટી ૫૨ રાખીને 24 કલાક સફાઈ સુનિશ્ચિત ક૨વામાં આવી તથા તેનું ચુસ્ત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે નિર્માલ્ય/કચરા સંગ્રહની સુવિધા માટે કુલ 51 વેસ્ટ કલેક્શન વાહનો (ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય વાહનો સહિત), 17 સિલ્વર બીન, 99 ડસ્ટબીન/ડ્રમ અને 23 નિર્માલ્ય કળશની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ વર્ષે વિસર્જન દરમ્યાન લગભગ 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે લગભગ 41 હજારથી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન ક૨વામાં આવ્યું હતું. એકત્રિત કરેલ જથ્થામાંથી કુલ-હા૨નો વેસ્ટ અલગ કરી રાખી મંડળની બહેનોને પુરો પાડી તેઓ દ્વારા ખાતર બનાવવાની પ્રક્રિયા ક૨વામાં આવી જેના વેચાણ થકી NULM યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને આર્થિક સહાય મળશે.


ગણેશ વિસર્જન દરમિયાન નાગરિકોની સગવડ માટે તમામ તળાવો પ૨ 14 મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા ક૨વામાં આવી હતી. આ સાથે દરેક તળાવ પર સ્વચ્છતા વિષયક લોકજાગૃતિ તથા સ્વયંશિસ્ત લાવવા માટે તમામ કૃત્રિમ તળાવો પર સ્વચ્છતા વિષયક સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતાં. આ સાથે પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોમાં જાગૃતતા વધા૨વા માટે જાહેર સૂચનાઓ, માર્ગદર્શિકા, સ્વચ્છતા વિષયક સેલ્ફી પોઈન્ટ તથા સ્ટેન્ડી તથા RRR (રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ) વેનની વ્યવસ્થા ક૨વામાં આવી હતી. આ વર્ષનું વિસર્જન સુવ્યવસ્થિત, પારદર્શક અને સ્વચ્છતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે, જેથી પર્યાવરણની જાળવણીની સાથે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.

Share :

Leave a Comments