ડભોઇમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવાચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું

સાવલી અને ડભોઇમાં માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

MailVadodara.com - Activa-driver-dies-on-the-spot-after-car-and-Activa-collide-in-Dabhoi

- એક્ટિવાચાલક અને પીકઅપ વાનની ટક્કરમાં સાવલીના 22 વર્ષીય યુવકનું મોત

વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. હાલમાં અકસ્માત અંગેના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ થયો છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે ખૂબ જરૂરી છે.

પ્રથમ બનાવમાં વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ મથક હદ વિસ્તારમાં વડોદરા તરફથી આવતી ઈકો કાર કુંઢેલા ગામ ચોકડી પાસે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સલીમભાઈ કરીમભાઇ મનસુરી (ઉંમર વર્ષ 57, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસડ ગામ)નું મોત નીપજ્યું હતું.


અન્ય એક બનાવમાં જિલ્લાના સાવલી ભીમનાથ મંદિર પાસે રહેતા 22 વર્ષના પ્રતીક ઠાકોર એક્ટિવા પર જરોદ જવા માટે નીકળ્યા હતા. સમલાયા બ્રિજ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પીકઅપ વાનની ટક્કર વાગવાથી ગંભીર ઈજા પહોચી હતી, તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે સાવલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય દિવસોમાં શહેર જિલ્લામાં માર્ગ અકસ્માતો સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ અકસ્માત ઘટાડવા ખાસ તો લોકોએ જાગૃત થવાની જરૂર છે. આ સાથે તંત્ર દ્વારા પણ બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારનાર ચાલકો પર લગામ ક્યારે લાગે છે તે જોવાનું રહ્યું.

Share :

Leave a Comments