વડોદરામાં ટ્રાફિક નિયમો ભંગ બદલ છેલ્લાં 8 દિવસમાં 3583 વાહનચાલકો સામે કાર્યવાહી

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી સુધીમાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી

MailVadodara.com - Action-taken-against-3583-drivers-in-Vadodara-in-the-last-8-days-for-violating-traffic-rules

- જનજાગૃતિ અને એન્ફોર્સમેન્ટ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુ અને જાનહાનિને ઘટાડવાનો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી સુધીમાં વડોદરા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3583 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે.

રાજ્ય સરકાર અને વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગના ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને 8થી 13 જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ માટે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી.

વડોદરા ટ્રાફિક પોલીસે કરેલી કામગીરી

ગુનાનો પ્રકાર કેસની સંખ્યા

એક કરતાં વધુ વ્યક્તિને બેસાડવા 665

હેલ્મેટ વિના 33

દસ્તાવેજો વિના 542

પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન 590

સીટબેલ્ટ ન પહેરવું 296

મોબાઇલ ફોનનો ઉપયોગ 194

સત્તાધિકારીના આદેશનો અમલ ન કરવો 174

ડ્રાઇવર સીટ પર વધારાની વ્યક્તિ 45

ટ્રાફિક સિગ્નલ ભંગ 159

ડ્રાઇવિંગ લાઇસન્સ વિના 48

વીમા વિના 61

કાચ પર ડાર્ક ફિલ્મ 23

જોખમી રીતે વાહન ચલાવવું 103

નંબર પ્લેટ વિના 520

વધુ સ્પીડ 4

અન્ય કેસ 25

ડિટેન વાહનો 101

Share :

Leave a Comments