અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક બંગલામાંથી ૪૫ લાખ ઉપરાંતની ચોરીના બનાવના આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.
સેટેલાઇટના શ્યામલ ચારરસ્તા પાસે વૃન્દાવન બંગ્લોઝમાં રહેતા રચિત સોની અને તેમના પરિવારજનો ગઇ તા.૩જી માર્ચે સૂઇ રહ્યા હતા ત્યારે ચોરો દાગીના અને રોકડ મળી કુલ રૂ.૪૫.૭૫ લાખની મતા ચોરી ગયા હતા.

આ બનાવમાં વડોદરામાં માંજલપુર અલવા નાકા પાસે મારૂતીનગરમાં રહેતા વિનોદસિંગ કુમારપાલ રાજપૂતનું નામ ખૂલતાં કોર્ટે ધરપકડનું વોરંટ પણ કાઢ્યું હતું.આરોપી પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ વોચ રાખતી હતી અને ઉંડેરા વિસ્તારમાંથી તેને ઝડપી પાડી અમદાવાદ પોલીસને જાણ કરી હતી.


