- ઓક્ટોબર-૨૦૨૫માં પોલીસે દરોડો પાડી૧૪.૪૧ લાખનો દારૂ, ૧૫ મોબાઇલ અને ૧૫ બાઇક કબજે કરી ૨૭ આરોપી સામે ગુનો નોંધ્યો હતો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી પકડેલા રૂપિયા ૨૬.૬૬લાખના દારૂના કેસમાં ફરાર થઇ ગયેલા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
બોડેલી ખાતે ઓક્ટોબર-૨૦૨૫માં પોલીસે દરોડો પાડી રૂપિયા ૧૪.૪૧ લાખની દારૂની ૬૩૬૪ નંગ બોટલ, ૧૫ મોબાઇલ અને ૧૫ બાઇક કબજે કરી કુલ ૨૭ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
ઉપરોક્ત બનાવમાં પૂનમ મનહરભાઇ ભાલીયા (રહે. ભાથુજી મહારાજવાળું ફળિયું, સિકંદરપુરા, વાઘોડિયા) ફરાર થઇ ગયો હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આરોપી આજવા રોડ પર હોવાની વિગતો મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને જાણ કરી હતી.


