મકરપુરા એરફોર્સ પાસે ખુલ્લા મેદાનમાં મોપેડ પર દારૂ વેચતો આરોપી ઝડપાયો

વાડી રણમુક્તેશ્વર રોડ પરથી વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો

MailVadodara.com - Accused-caught-selling-liquor-on-moped-in-open-field-near-Makarpura-Air-Force

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે તથા વાડી રણમુક્તેશ્વર રોડ પર દારૂનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે બાદશા નગર ખાતે આવતા ત્યાં ખુલ્લા મેદાનમાં મોપેડ પર દારૂ ભરેલો થેલો લઇને ઊભેલા જયકુમાર મયૂરભાઇ શિવમ (રહે.સોમનાથ નગર, તરસાલી) ને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી દારૂ કબજે કર્યો છે. તેમજ મોપેડ ડિટેન કર્યું છે. જ્યારે અન્ય એક બનાવમાં રણમુક્તેશ્વર મંદિરની ચાલી પાસે એક વ્યક્તિ પોલીસને જોઇને ભાગવા જતા વાડી પોલીસે પીછો કરીને જયેશ ઉર્ફે ચચીયો શશીકાંતભાઇ ઝાપડીયા (રહે. રણમુક્તેશ્વર રોડ, વાડી) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૂની ૪ બોટલ કબજે કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો દિપસીંગ ઉદેસીંગ રાઠોડ પાસેથી લીધો છે. જેથી, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. 

Share :

Leave a Comments