આજવા રોડ પર ખુલ્લા પ્લોટમાં દારૂ સંતાડી વેચાણ કરતો આરોપી ઝડપાયો

પાર્વતીનગરમાં ખુલ્લા પ્લોટમાં શેડ નીચે દારૂ સંતાડી વેચાણ કરતો હતો

MailVadodara.com - Accused-caught-selling-liquor-hidden-in-an-open-plot-on-Ajwa-Road

- 251 નાની બોટલ સાથે ક્રિષ્ણા વસાવાની ધરપકડ, બાપોદ પોલીસે 50,200નો જથ્થો કબજે કર્યો, દારૂ ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ

આજવા રોડ પર દારૂનો ધંધો કરતા આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ ભાથુજીનગર પાસે પાર્વતીનગરમાં રહેતો ક્રિષ્ણા વસાવા પોતાના મકાનની સામે ખુલ્લા પ્લોટમાં શેડની નીચે દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ક્રિષ્ણા પપ્પુભાઇ વસાવા (રહે. પાર્વતીનગર) ને ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૫૧ નાની બોટલ કિંમત રૂપિયા ૫૦,૨૦૦ ની કબજે કરી છે. આરોપી દારૂ ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી ધંધો કરે છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  

Share :

Leave a Comments