- ૨૦૨૩માં બાન્કો કંપનીએ 7 કન્ટેનરો ભરી જર્મની મોકલવાનો સામાન હજીરાથી રવાના થવાનો હતો પરંતુ રસ્તામાં ૧.૪૨ લાખ કિલો જેટલો જથ્થો વગે કરી રેતીની ગુણો મુકી દીધી હતી
વડોદરાની કંપનીમાંથી જર્મની મોકલેલા એલ્યુમિનિયમના સાધનોમાંથી ૪ કરોડ ઉપરાંતનો સામાન ચોરી લેવાના બનાવમાં પોલીસે એક આરોપીને અઢી વર્ષ બાદ સુરતથી ઝડપી પાડયો છે.
બાન્કો કંપનીએ જુલાઇ-૨૦૨૩માં સાત કન્ટેનરો ભરીને જર્મની માલ મોકલ્યો હતો. આ માલ હજીરા ખાતેથી રવાના થવાનો હતો. પરંતુ રસ્તામાં જ તેના સીલ તોડીને ૧.૪૨ લાખ કિલો જેટલો જથ્થો વગે કરી રેતીની ગુણો મુકી દેવામાં આવી હતી.

આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કન્ટેનરના ડ્રાઇવરો સહિતના આરોપીઓની અટકાયત કરી હતી અને તપાસમાં યુપીના સુધીરકુમાર ગયાપ્રસાદ સિંહ (રહે. મિસા ગામ, રૂદોલી, અયોધ્યા)નું પણ નામ ખૂલ્યું હતું. પરંતુ તેનો કોઇ પત્તો લાગતો નહતો. સુધીર હાલમાં સુરતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમોએ વોચ રાખી તેેને ઓલપાડની સેલિબ્રેશન હોમ્સ સોસાયટી ખાતેથી ઝડપી પાડયો હતો.


