મકરપુરા ગામમાં પોતાના ઘરમાં વિદેશી દારૂનો ધંધો કરનાર આરોપી ઝડપાયો

પાસામાંથી છૂટેલા બૂટલેગરે ફરી ધંધો શરૂ કરતા મકરપુરા પોલીસે ઝડપ્યો

MailVadodara.com - Accused-arrested-for-selling-foreign-liquor-in-his-house-in-Makarpura-village

- નરેશ ઉર્ફે ઘેટી સામે મકરપુરા, કવાંટ અને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં મળી છેલ્લા પાંચ વર્ષમાં 10 જેટલા ગુના નોંધાયેલા છે

મકરપુરા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતો અને ૧૦ દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને આવી ફરીથી દારૂનો ધંધો શરૂ કરનાર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી દારૂની ૩૭ બોટલ કબજે કરી છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, મકરપુરા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતો નરેશ ઉર્ફે ઘેટી પોતાના ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી, પી.આઇ. વી.એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઇ રાવળ મળી આવ્યો હતો.  પોલીસે તેના ઘરેથી દારૂની ૩૭ બોટલ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ ઉર્ફે ઘેટી ૧૦ દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને બહાર આવ્યો છે અને તેેણે ફરીથી ધંધો શરૂ કરી દીધો હતો. નરેશ સામે મકરપુરા, કવાંટ અને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં મળી છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ ગુના દાખલ થયા છે.

Share :

Leave a Comments