જીમમાં આવતી યુવતી મિત્રતા કેળવી લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

27 વર્ષીય યુવતીએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી મનિષ ચૌહાણની ધરપકડ

MailVadodara.com - Accused-arrested-for-repeatedly-raping-a-girl-who-came-to-the-gym-befriending-her-and-promising-to-marry-her

- પરશુરામ ભઠ્ઠામાં રહેતા આરોપી મનિષ ચૌહાણે જીમમાં યુવતી સાથે મિત્રતા કેળવી હતી, બાદમાં હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માગું છું કહેતા યુવતીને વિશ્વાસ આવતા હા પાડી દીધી હતી

- આરોપી યુવકે ઇમોશનલ બ્લેકમેઈલ કરી બે વર્ષ સુધી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, યુવતીએ લગ્ન કરવાનું કહેત યુવકે લગ્ન કરવાની ના પાડી યુવતીને તરછોડી દીધી હતી

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવકના જીમમાં આવતી યુવતી સાથે યુવકે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવક અને યુવતી નંબર મેળવીને રોજ કોલ, મેસેજ તથા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા હતા. આ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતીના ઘરે આવી વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત બે વર્ષથી સાથે રહેતા યુવકે બહાર ફરવા લઇ જવાના બહાને પણ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેને તરછોડીને જતો રહ્યો હતો. જેથી યુવતીએ આ મામલે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા મનિષ ચૌહાણ નામનો યુવક જીમમાં જતો હતો. જ્યાં કસરત કરવા એક 27 વર્ષીય યુવતી પણ ત્યાં કસરત કરવા આવતી હતી. આ દરમિયાન યુવક અને યુવતીની મુલાકાત થઇ હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને એકબીજાના મોબાઇલ નંબર લઈ લીધા હતા. જેથી તેઓ રોજ કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને સતત ચેટિંગ કરતા હતા. જેથી તેમના બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન યુવકે યુવતીને કહ્યુ હતું કે, હું તને ઘણો પ્રેમ કરુ છુ અને તારી સાથે લગ્ન કરવા માગુ છું, જેથી યુવતીને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હતો, જેથી તેણે હા પાડી દીધી હતી. યુવક અવાર નવાર તેના ઘરે આવતો હતો ત્યારે યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં યુવતીએ તો પ્રતિકાર કર્યો હતો.

યુવકે કહ્યું હતું કે, હવે તો આપણે લગ્ન કરવાના છે, તેવું કહીને ઇમોશનલ બ્લેકમેઈલ કરતા યુવતી તેના તાબે થઇ ગઇ હતી અને યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા ત્યારબાદ યુવક યુવતી સાથે રહેવા માટે જતો રહ્યો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન યુવકે યુવતી સાથે રહેતો હોય તેને બહાર ફરવા લઇ જવાના બહાને પણ અલગ હોટલોમાં તેમજ તેના ઘરમાં વારંવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતી લગ્ન કરવાની વાત કરતી હતી, ત્યારે બહાના કાઢીને ધ્યાન આપતો ન હતો. આ દરમિયાન યુવકે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું અને તેની સાથે રહેવા માટે જતો નહોતો, જેથી યુવતીએ ફોન તથા રૂબરૂ મળી કરીને લગ્ન કરવા માટે કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોધાવતા જે પી રોડ પોલીસે પરશુરામ ભઠ્ઠામાં રહેતા આરોપી મનીષ ચૌહાણની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments