લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું, પરિવારને ધમકી આપનાર પિતા-પુત્રની ધરપકડ

તરસાલીમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું

MailVadodara.com - Accused-abducted-a-minor-girl-under-the-pretext-of-marriage-and-raped-her-father-and-son-arrested-for-threatening-the-family

- આરોપી દીપ બર્મને સગીરાને બાઈક પર ભગાડી ગયા બાદ ખાનગી હોટેલમાં તેમજ પોતાના ઘરે લઈ જઇ લગ્ન કરવાનો વિશ્વાસ અને લાલચ આપી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ગંભીર બાબતની જાણ થતાં સગીરાના પરિવારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ધા નાખી હતી. પરિવારે નોંધાવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તરસાલી વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી યુવક અને તેને સાથ આપનારા તેના પિતા બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Minor Rape case in Vadodara city

પ્રાપ્ત વિગતો અનુસાર, તરસાલી બાયપાસ પાસે આવેલા આકૃતિ હાઈટ્સમાં રહેતો આરોપી દીપ વિશાલભાઈ બર્મન સગીરાને પોતાની બાઈક પર બેસાડીને ભગાડી ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે-48 પર તરસાલી બ્રિજ નજીક આવેલી એક ખાનગી હોટેલમાં તેમજ પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાને લગ્ન કરી લેવાનો વિશ્વાસ અને લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

Minor Rape case in Vadodara city

સમગ્ર કરતૂત બહાર આવ્યા બાદ જ્યારે સગીરાના પરિવારજનો આરોપીના ઘરે પહોંચ્યા ત્યારે આરોપી દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈએ સમાધાન કરવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું અને તમારાથી જે થાય તે કરી લો કહીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. આખરે પરિવારે કપુરાઈ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી, પીડિતાનું મેડિકલ પરીક્ષણ અને નિવેદન નોંધીને આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments