ટ્રાન્સપોર્ટ દ્વારા બિયરનો જથ્થો મંગાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપી વસંત કદમ 13 વર્ષે ઝડપાયો

મહારાષ્ટ્રના ધુલિયામાં રહેતો આરોપી જરોદ પરિચિતને મળવા આવતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

MailVadodara.com - Accused-Vasant-Kadam-who-was-involved-in-the-crime-of-ordering-quantity-of-beer-through-transport-was-arrested-in-13-years

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2012માં ટ્રાન્સપોર્ટ દ્વારા બિયરનો જથ્થો મંગાવવાના ગુનામાં સંડોવાયેલા 13 વર્ષથી ફરાર આરોપી વસંત બાબુરાવ કદમને ઝડપી પાડ્યો છે.

વડોદરા શહેર નજીક ફર્ટિલાઇઝર કંપનીના ગેટ સામે ટ્રાન્સપોર્ટનગર ખાતે નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ નામના પાર્સલમાં બિયરનો જથ્થો આવ્યો છે. આધારે ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરી 20 પાર્સલમાંથી હાયવર્ડ 5000 બ્રાન્ડની 95 હજાર રૂપિયાની કિંમતની 950 બિયરની ટીન જપ્ત કરી હતી. આ જથ્થો દમણથી આવ્યો હોવાનું અને વસંત કદમ (ઉંમર.64) નામનો શખ્સ આ પાર્સલ લેવા આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તે સ્થળે ન આવતાં ફરાર થયો હતો. આ ગુનામાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, અને તપાસ દરમિયાન તે મળી ન આવતાં નાસતો ફરતો જાહેર કરાયો હતો.


વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ કરી હતી. માહિતી મળી કે વસંત કદમ હાલોલ રોડ, જરોદ ખાતે અક્ષર એપાર્ટમેન્ટમાં રહે છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાનગી રીતે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે છાણી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું છે કે, ધરપકડથી બચવા નાશિક અને ધુલિયા (મહારાષ્ટ્ર)માં રહ્યો હતો અને પરિચિતને મળવા જરોદ આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી 13 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

Share :

Leave a Comments