વડોદરાની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો

અકોટા પોલીસે બંસલ મોલ નજીક ઉભેલા ધ્રુમિલ કલ્પેશકુમાર સોની (રહે. રાજધાની સોસાયટી, હરણી વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડ્યો

MailVadodara.com - Account-that-transferred-Rs-2-25-crore-from-private-office-in-Vadodara-caught

વડોદરાના ઓપી રોડ પરની ખાનગી ઓફિસમાં એકાઉન્ટની કામગીરી કરતા કર્મચારી અને તેના સાગરીતે ઓનલાઈન વ્યવહારો કરી 2.25 કરોડની ઉચાપત કરવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધાર એકાઉન્ટન્ટને ઝડપી પાડ્યો છે. 

ઓપી રોડની સૂર્ય કિરણ બિલ્ડિંગમાં આવેલી જગતાત મિનરલ અને બી ડી પટેલ ક્વોરી નામની ઓફિસના સંચાલક છગનભાઈ આરદેસણાએ તેમની ઓફિસમાં એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ સોની અને મેહુલ પ્રજાપતિ સામે ખોટી બેંક એન્ટ્રીઓ પાડી અને ઓડી ફેસીલીટીનો દુરુપયોગ કરી તેમના તેમજ તેમના સંબંધીઓના ખાતાઓમાં 2.25 કરોડ ટ્રાન્સફર કરી દીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાબતે અકોટા પોલીસે બંસલ મોલ નજીક ઉભેલા ધ્રુમિલ કલ્પેશકુમાર સોની (રહે. રાજધાની સોસાયટી, હરણી વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડ્યો છે.

Share :

Leave a Comments