વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત; ડ્રાઇવર અને ક્લિનરને ઇજા

આજે મળસ્કે પોઇચા ગામ નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો

MailVadodara.com - Accident-between-dumper-and-truck-on-Vadodara-Ahmedabad-Express-Highway-Driver-and-cleaner-injured

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પોઇચા ગામ નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા સુરેશ વિક્રમભાઇ તડવી તથા રતિલાલ જીણાભાઇ તડવી ( બંને રહે. કલેડીયા ગામ, તા. સંખેડા) ને ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ક્લિનર રતિલાલે જણાવ્યું હતું કે, અમે નસવાડીથી ટ્રકમાં કપાસ ભરીને હાડોદ આપવા જતા હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. 

Share :

Leave a Comments