વિદેશ મોકલવાના બહાને રૂપિયા 7.50 લાખની ઠગાઈ કરનાર ફરાર આરોપી દિલ્હીથી ઝડપાયો

આરોપી દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની માહિતી મળતાં LCB પોલીસે દિલ્હી જઇ ઝડપ્યો

MailVadodara.com - Absconding-accused-who-cheated-Rs-7-50-lakh-on-the-pretext-of-sending-abroad-arrested-from-Delhi

વિદેશ જવા માટેના વિઝા, પરમીટ અને ટીકીટો કરાવી આપવાની લાલચ આપીને રૂા.7.50 લાખની છેતરપીંડી કરનારા ચાર વર્ષથી ફરાર  આરોપીને ડીસીપી ઝોન -૩ ની એલ.સી.બી. પોલીસે ચાર વર્ષ બાદ દિલ્હીથી ઝડપી લીધો છે.

એલસીબી ઝોન-3ના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં નિમેશ ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ અન્ય આરોપીઓએ વિદેશ જવા માટેના વિઝા,પરમીટ તથા ટીકિટો કરાવી આપવાની લાલચ આપીને રૂા.7.50 લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ધમકી આપીને ગુનો આચરતા માંજલપુર પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો. પોલીસે તપાસ કરતા આ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી નિમેશ ચંદ્રકાંતભાઇ પટેલ છેલ્લા 1 વર્ષથી દિલ્હી ખાતે ભાડાનો ફ્લેટ રાખીને રહેતો હતો. 

જેથી ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, પી.એસ.આઇ. એસ.એ.ફુલધારા અને સ્ટાફે દિલ્હી ખાતે જઈને નિમેશ પટેલ (રહે. મહાદેવ એપાર્ટમેન્ટ, સાઉથ દિલ્હી, મૂળ  રહે. કરજણ)ની સાઉથ દિલ્હીના નેમ બસેરા સ્થિત મહાદેવ એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન અલગ-અલગ શહેરમાં વસવાટ કરતો હતો અને પોલીસથી બચી રહ્યો હતો.

Share :

Leave a Comments