વડોદરા-છોટા ઉદેપુરના ખેડૂતો માટે APEDA રજિસ્ટ્રેશન ફરજિયાત

બાગાયતી પાકની વિદેશ નિકાસ માટે ખેડૂતોને મહત્વની સૂચના

MailVadodara.com - APEDA-registration-mandatory-for-farmers-of-Vadodara-Chhota-Udepur

- બાગાયતી પાકની નિકાસ માટે ઓનલાઇન અરજી જરૂરી, જરૂરી દસ્તાવેજો સાથે કચેરીમાં જમા કરાવવા સૂચના

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પાકોની પેદાશ વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (APEDA)ની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ રજીસ્ટેશન કરવું જરૂરી છે. 

જે લાભાર્થીઓ બાગાયતી પાક પેદાશોની વિદેશમાં નિકાસ કરવા માટે લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોકત જણાવેલ વેબસાઈટ પર ફોર્મ રજીસ્ટેશન કરવા પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, ખેતરનો કાચો નક્શો તથા ફાર્મ ડાયરી સાથે લઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા (ફોન.નં. ૦૨૬૫-૨૪૨૯૧૫૩) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા જણાવાયું છે.

Share :

Leave a Comments