વડસર બ્રિજ પર પૂરઝડપે જતા યુવકનું બુલેટ વીજ થાંભલા સાથે અથડાતા સારવાર દરમિયાન મોત

મૂળ આણંદનો યુવક પોતાના ભાઇ સાથે માંજલપુર અલવાનાકા નજીક ભાડેથી રહેવા આવ્યો હતો

MailVadodara.com - A-youth-who-was-speeding-on-Vadsar-Bridge-died-during-treatment-when-his-bullet-hit-a-power-pole

- કિશનને ગંભીર ઈજા થતા આજુબાજુના લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો પરંતુ, તેનો જીવ બચી શક્યો નહોતો

વડોદરા શહેરના વડસર બ્રિજ ઉપરથી પૂરઝડપે જતા બૂલેટ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બુલેટ ડિવાઈડરમાં ફિટ કરેલા વીજ થાંભલા સાથે અથડાતા યુવકને ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આણંદના મંગલપુરા રોડ પર ગણેશ ચોકડી પાસે શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો વિશાલ તેની પત્ની અને નાના ભાઈ કિશન (ઉંમર.19) સાથે છેલ્લા ત્રણ મહિનાથી માંજલપુર અલવાનાકા કોતર તલાવડી નજીક તુલજાનગરમાં ભાડેથી રહેવા આવ્યો હતો. બંને ભાઈઓ મકરપુરા જીઆઈડીસીમાં રોનક રેડિયેટર કંપનીમાં નોકરી કરતા હતા. શનિવારે રાતે 9 વાગ્યે કિશન બૂલેટ લઈને નોકરી પર ગયો હતો. રાતે બે વાગ્યે નોકરી પરથી ઘરે આવવા નીકળ્યો હતો.

વડસર બ્રિજ પર પૂરઝડપે જતા કિશને સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બૂલેટ ડિવાઈડરની વચ્ચે ફિટ કરેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. કિશનને ગંભીર ઈજા થતા આજુબાજુના લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહોતો. બીજી તરફ માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા બૂલેટના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી પોલીસ કિશનના ઘરે પહોંચી હતી અને કિશનના ભાઈને જાણ કરી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments