લક્ષ્મીપુરા વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગના 7મા માળેથી પડતું મૂકી યુવતીનો આપઘાત

સહયોગ સ્પેસ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી આજે સવારે યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો

MailVadodara.com - A-young-woman-committed-suicide-by-falling-from-the-7th-floor-of-a-commercial-building-in-Lakshmipura-area

- ઘટનાની રાત્રે યુવતી કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી

- યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે


વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કંટ્રોલરૂમથી માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


મૃતક યુવતી GSFC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે રહેતી હતી અને પોતાના ઘરથી 500 મીટર દૂર આવેલા બિલ્ડિંગના સાતમા માળેથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની રાત્રે તે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે, જોકે યુવતી આ કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી અને આ ઘટનાનું સાચું કારણ શું છે એ અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. 


આ ઘટના અંગે એસીપી આર. ડી. કવાએ જણાવ્યું હતું કે, યુવતીએ કોમ્પ્લેક્સના સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પલેક્ષના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને આ મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહે છે. આત્મહત્યા કે હત્યા છે, તે દિશામાં પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


આ સમગ્ર મામલે હાલમાં લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી અને યુવતીના મોબાઇલને સાતમા મળેથી કબજો મેળવી એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments