કલર કોન્ટ્રાક્ટરનું કામ કરતાં યુવકનું અપહરણ કરી ફાર્મહાઉસમાં બંધક બનાવી માર માર્યો, 5 સામે ફરિયાદ

પૈસા લીધા બાદ કામ ન કરતા 4 યુવકે પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી ઉઠાવ્યો; બેફામ માર માર્યો

MailVadodara.com - A-young-man-working-as-a-paint-contractor-was-kidnapped-held-hostage-in-a-farmhouse-and-beaten-complaint-filed-against-5

- કામના પૈસા અને બાકી કામના વિવાદમાં યુવકને કારમાં બેસાડી ફાર્મહાઉસ લઈ જઈ માર માર્યો

- અગાઉના કામના બાકી પૈસાના મુદ્દે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું, ફાર્મહાઉસના માલિક સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધાતાં અટલાદરા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી

વડોદરા શહેરમાં કલર કોન્ટ્રાક્ટરનું કામ કરતા 23 વર્ષના એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી, તેને ફાર્મહાઉસમાં બંધક બનાવી માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને ભોગ બનનાર યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ મામલે ફાર્મહાઉસના માલિક સહિત 5 આરોપીઓ સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Vadodara Contractor Kidnapped, Beaten at Farmhouse; Police Rescue 5 Booked

વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આવેલી શ્રીજીનગરમાં રહેતા અને કલરકામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ફરિયાદી લવકુશ તિવારીએ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી કલરકામના નાના કોન્ટ્રાક્ટ લવ છું. અજય અને સંજય નામના વ્યક્તિઓ મારા પરિચિત છે, તેથી તેઓ મને અવારનવાર કલરકામનો કોન્ટ્રાક્ટ આપતા રહે છે. તેમણે જ મારો સંપર્ક હાર્દિકભાઈ સાથે કરાવ્યો હતો. મેં હાર્દિકભાઈના બેથી ત્રણ કામ કર્યા હતા, જે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા હતા. ત્યારબાદ એક નાનું કલરકામ બાકી હતું, જે આશરે 2,000થી 3,000નું હતું. આ કામ પેટે મેં એડવાન્સ પૈસા લઈ લીધા હતા અને હું તે કામ કરવા માટે તૈયાર પણ હતો. આશરે 11 મહિના પહેલા હાર્દિકભાઈએ મને આ રકમ આપી હતી. તે સમયે મેં તેમને કહ્યું હતું કે, 'તમે અત્યારે જ આ કામ કરાવી લો', પરંતુ તેમણે જણાવ્યું હતું કે, 'ના, અત્યારે મારું થોડું પ્લાસ્ટરનું કામ બાકી છે, તેથી કલરકામ પછી કરજે'.

અપહરણમાં વપરાયેલી કિયા કાર.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ત્યારબાદ મેં વચગાળાના સમયમાં પણ તેમને ફોન કરીને કહ્યું હતું કે, 'તમે કામ કરાવી લો, અત્યારે મારી પાસે પૂરતો સમય અને કારીગરો પણ છે.' જો કે, ત્યારપછી એક મહિના પહેલા હાર્દિકભાઈનો મને ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, 'તમે અમારું બાકી રહેલું કામ પૂરું કરી જાવ.' આથી મેં તેમને જણાવ્યું કે, 'હું આવીશ ખરો, પણ મને થોડો સમય લાગશે, કારણ કે અત્યારે મારી પાસે કામ વધારે છે અને માણસો ઓછા છે.' ત્યારબાદ હું વ્યસ્તતાના કારણે તેમનો ફોન ઉપાડી શક્યો ન હતો.


ભોગ બનનારે સમગ્ર ઘટનાક્રમ જણાવતા કહ્યું કે, આ દરમિયાન હાર્દિકભાઈના મિત્રો અજય, સંજય, ઇમરાન અને ક્રિષ્ના અચાનક મારા ઘરે ધસી આવ્યા હતા અને મને ગાળો આપી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ જબરજસ્તીથી મને કારમાં બેસાડી દીધો અને કહ્યું કે, 'ચલ, તને પોલીસ સ્ટેશન લઈ જઈએ.' આ સાંભળી મેં તેમને કહ્યું કે, 'હું મારી બાઇક લઈને પાછળ આવું છું', પરંતુ તેઓએ ના પાડી અને કહ્યું કે, 'ના, તારે અમારી કારમાં જ ચાલવું પડશે.' કાર ચાલુ થયા બાદ મને અહેસાસ થયો કે આ લોકો મને પોલીસ સ્ટેશન નહીં પણ અન્ય કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ રહ્યા છે.

દરમિયાન, મારા મિત્રોને આ ઘટનાની જાણ થતાં તેઓ પોલીસને સાથે રાખીને તાત્કાલિક હાર્દિકભાઈના ફાર્મહાઉસ પર પહોંચી ગયા હતા અને મને મુક્ત કરાવ્યો હતો. મારી સરકાર અને પોલીસ પ્રશાસન પાસે માંગણી છે કે મને વહેલી તકે ન્યાય મળે.

Share :

Leave a Comments