તાંદલજા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને પૂરપાટ આવતી એક્ટિવાએ ટક્કર મારતા હવામાં ફંગોળાયો

કિસ્મત ચોકડી પાસે યુવક કૂલરમાંથી પીવાના પાણીનો જગ ભરીને રોડ ક્રોસ કરી રહ્યો હતો

MailVadodara.com - A-young-man-was-hit-by-an-oncoming-Activa-while-crossing-the-road-in-Tandalja-area-and-was-thrown-into-the-air

- અકસ્માતની ઘટનાના પગલે યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો


વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે આજરોજ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેના લાઇવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. યુવક કૂલરમાંથી પીવાના પાણીનો જગ ભરીને રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલા એક એક્ટિવાચાલકે તેને જોરદાર ટક્કર મારીને હવામાં ઉડાવ્યો હતો. અકસ્માતની ઘટનાના પગલે યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. યુવક કૂલરમાંથી પીવાના પાણીનો જગ ભરીને રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલા એક એક્ટિવાચાલકે તેને જોરદાર ટક્કર મારીને હવામાં ઉડાવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકના હાથમાં રહેલો જગ ફંગોળાયો હતો અને યુવક જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


આ અકસ્માત જે.પી રોડ પોલીસ મથક હદ વિસ્તારમાં બન્યો હતો, આ મામલે પી.આઈ એસ.એમ.સાગરે જણાવ્યું હતું કે, હાલમાં આ બનાવ સંદર્ભે અમને કોઈ વર્દી મળી નથી. આ અકસ્માતને લઈ કઈ જાણકારી મળશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.


Share :

Leave a Comments