લગ્ન પ્રસંગમાં વાગતા ડી.જે.નો અવાજ ધીમે કરવાનું કહેતા યુવક પર લોખંડની પાઇપથી જીવલેણ હુમલો

નવાપુરા વિસ્તારમાં કિલ્લેદાર ફળિયામાં રહેતા વિપુલભાઈ નગીનભાઈ પઢીયાર ફરીયાદ નોંધાવી

MailVadodara.com - A-young-man-was-fatally-attacked-with-an-iron-pipe-after-he-asked-the-DJ-to-turn-down-the-volume-at-a-wedding

- અવાજ ધીમો કરવાનું કહેતા ડીજેનો માલિક તેમના લાઇટમેન અને ઓપરેટરે યુવક સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપી હતી

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય ડીજે જોરશોરથી વાગતું હતું. જેથી યુવકે ડીજેના માલિક તથા ઓપરેટરને અવાજ ધીમો કરવા કહેતા માલિક, ઓપરેટર તથા લાઇટમેને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા લાઇટમેને લોખંડની પાઇપથી યુવક હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં રહેતા વિપુલભાઈ નગીનભાઈ પઢીયાર ફરીયાદ નોંધાવી છે કે, ગત 11 ડિસેમ્બરના રોજ સાંજે રાતના 8.30 વાગ્યાના અરસામાં હું મારા ઘરે જમવા બેઠો હતો. તે વખતે અમારા ફળિયામાં મોટા અવાજે ડી.જે. ચાલતુ હોવાથી હું બહાર જોવા ગયો હતો, ત્યારે અશોકભાઈ ખારવાના પુત્ર મીત ખારવાનું લગ્ન હોવાથી ડી.જે. વાગતું હતું.

અડધા કલાકથી સતત મોટા અવાજે ડી.જે. વાગવાનું ચાલું રહેતા અમારા ફળિયા પાસે ડીજેના ઓપરેટરને અવાજ ધીમો કરો તેમ કહ્યું હતું. ત્યારે ડી.જે.ના માલિક તેમના લાઇટમેન અને ઓપરેટર મારી સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપવા લાગ્યાં હતા. ડી.જે.ના ઓપરેટર મને ગાળો બોલતા હતા તથા ડી.જે.ના લાઇટમેને મારા પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. પાઈપ ઝુંટવી લઈને મારા બચાવ માટે પ્રયાસ કરતા લાઈટમેનને પાઈપનો ફટકો માર્યો હતો. ત્યારબાદ ખારવા સમાજના ઘણા માણસો ભેગા મળીને અમારા ઘરે આવ્યાં હતા ત્યારબાદ પોલીસની ગાડી આવી જતા મને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ જવામાં આવ્યો હતો. જેથી નવાપુરા પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments