- દિપ પટેલ અવાર-નવાર દારૂ પીને સોસાયટીમાં ધમાલ કરતો હોઇ સોસાયટીના રહીશોએ તેની વિરૂદ્ધ અરજી પણ આપી હતી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત મોડીરાતે દારૂ પીને ધમાલ કરતા યુવકને માંજલપુર પોલીસ પકડી લાવી હતી. તેના વિરૂદ્ધ સોસાયટીના રહીશોએ પણ અરજી કરી હતી.
માંજલપુર પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર દરબાર ચોકડી પાસે આમ્રપાલી સોસાયટીમાં એક યુવક દારૂ પીને ધમાલ કરતો હોવાનો મેસેજ મળતા માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી દિપ મેહુલભાઇ પટેલ (રહે. આમ્રપાલી સોસાયટી, માંજલપુર)ને દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ આરોપીની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. દિપ અવાર - નવાર દારૂ પીને સોસાયટીમાં ધમાલ કરતો હોઇ સોસાયટીના રહીશોએ તેની વિરૂદ્ધ અરજી પણ આપી હતી. તે અરજીના આધારે પોલીસે તેની આજે અટકાયત કરી હતી.


