કરજણ પાસે નેશનલ હાઇવે 48 પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા યુવકનું મોત

હલદરવા ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાયો, કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યો

MailVadodara.com - A-young-man-sitting-next-to-the-driver-died-when-a-car-rammed-into-the-back-of-a-truck-parked-on-National-Highway-48-near-Karjan

- સુરતથી ભરૂચ જતી આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં કારનો બુકડો બોલી ગયો

- ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત, કારમાં ચાર લોકો સવાર હતાં


વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે કરજણના હલદરવા ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે.


અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કરજણ ફાયરની ટીમે ડ્રાઇવરની બાજુમાં બેઠેલ અને ગંભીર રીતે ફસાયેલા મૃતકને આધુનિક હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ગાડીના પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.


આ ઘટનામાં મોતને ભેંટેલા યુવકનું નામ આકાશ અનિલભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેના માથાના ભાગે ગંભીર ઈજાના કારણે માસના લોચા પણ બહાર નીકળી ગયાં હતાં. આ દૃશ્યો જોનારાને પણ કંપારી છુટી ગઈ હતી. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments