કરજણના વલણ ગામે રહેતા યુવક સાથે ઓનલાઈન લોન એપ્લિકેશનના નામે 3.37 લાખની છેતરપિંડી

વલણ ગામે રહેતા મોહંમદહુજેફા ઉસ્માનભાઈ ચપતીએ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-young-man-living-in-a-village-of-Karjans-attitude-was-cheated-of-3-37-lakhs-in-the-name-of-online-loan-application

- 1.10 લાખની લોન મજૂર થતાં યુવકે કોલેજ ફી ફરી હતી, જેના પાંચ દિવસ પછી અજાણ્યા નંબરો પરથી પૈસા નહીં ભર તો ફોટો ન્યૂડ બનાવી વાઇરલ કરવાની આરોપીએ ધમકી આપી હતી

- ઈન્સ્ટાગ્રામ પર જોવા મળેલી વેલો ક્રેડિટ લોન નામની એપ્લિકેશનની જાહેરાત પર વિશ્વાસ કરીને યુવકે એપ ડાઉનલોડ કરી હતી, ગભરાયેલા યુવકે 3.37 લાખ ટ્રાન્સફર કર્યા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામે રહેતા 22 વર્ષીય યુવક મોહંમદહુજેફા ઉસ્માનભાઈ ચપતી ભરૂચની આર.કે. હોસ્પીટલમાં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે, તેઓ વર્ષ 2024માં જૂન- જુલાઈમાં તેમની GNM નર્સિંગની ફાઈનલ પરીક્ષા હતી અને કોલેજ ફી ભરવા રૂપિયા 1.50 લાખની જરૂરિયાત હતી.

આ જરૂરિયાત પૂરી કરવા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર જોવા મળેલી વેલો ક્રેડિટ લોન નામની એપ્લિકેશનની જાહેરાત પર વિશ્વાસ કરીને યુવકે એપ ડાઉનલોડ કરી હતી. બાદમાં એપ ઈન્સ્ટોલ કરતી વખતે મોબાઈલની તમામ પરમિશન આપી દીધી અને આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ખાતાની વિગતો તથા ફોટા અપલોડ કર્યા હતા. બાદમાં તા.16 સપ્ટેમ્બર, 2024ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો કે તમારી 1.10 લાખની લોન મંજૂર થઈ ગઈ છે. બે દિવસમાં આ રકમ બંને ખાતામાં જમા થઈ ગઈ અને બાદમાં યુવકે તેનો ઉપયોગ કોલેજ ફી ભરવામાં કર્યો હતો. પરંતુ માત્ર પાંચ દિવસ બાદ અન્ય અજાણ્યા નંબરો પરથી ધમકીઓ શરૂ થઈ હતી.

યુવકને ધમકીઓ આપવામાં આવતી હતી કે, લોનના પૈસા તરત ભરી દે, નહીં તો તારા ફોટા એડિટ કરી ન્યૂડ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશું. સાથે અમારી પાસે તારા બધા કોન્ટેક્ટ્સ અને સગાં-સંબંધીઓની લીસ્ટ છે. જેથી ગભરાયેલા યુવકે શરૂઆતમાં 59 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ ધમકીઓ બંધ ન થતાં અવાર નવાર QR કોડ સ્કેન કરાવી કુલ રૂપિયા 3,37,573 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આખરે પૈસા ખૂટી જતાં યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. આખરે અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Share :

Leave a Comments