લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો યુવક મહીસાગર નદીમાં મિત્રો સાથે ન્હાવા પડ્યો, ડૂબી જતા જીવ ગુમાવ્યો

આરાધના ડુપ્લેક્સમાં રહેતો 21 વર્ષીય દિવ્ય ગુપ્તા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો

MailVadodara.com - A-young-man-living-in-Lakshmipura-area-had-to-bathe-in-the-Mahisagar-river-with-his-friends-and-lost-his-life-due-to-drowning

- દિવ્ય ગુપ્તા કોમ્પ્યુટર સ્ટુડિયોમાં જવું છું કહી ઘરેથી નીકળ્યા બાદ મમ્મીને ફોન કરી, ઓફિસમાં બહુ કામ હોવાથી તે રાત્રે ઘરે નહીં આવું હું મારા મિત્રો સાથે સ્ટુડિયોમાં રોકાઇ જઇશું કહ્યું હતું

- ફાયર બ્રિગેડે મહિસાગર નદીમાંથી દિવ્ય ગુપ્તાના મૃતદેહને બહાર કાઢ્યો હતો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં વડોદરામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન તે મહીસાગર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. સાવલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા આરાધના ડુપ્લેક્સમાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો દિવ્ય રાકેશભાઈ ગુપ્તાના કોમ્પ્યુટર સ્ટુડિયોમાં જવું છું તેમ કહીને 4 નવેમ્બરના રોજ ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદ તેને પોતાની મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે, ઓફિસમાં બહુ કામ હોવાથી તે રાત્રે ઘરે નહીં આવી શકે અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશુ.


ત્યારબાદ 5 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ દિવ્યના પરિવારને જાણવા મળ્યું હતું કે, સાવલી તાલુકાના લાછનપુર ગામમાં આવેલ મહીસાગર નદીમાં દિવ્ય ડૂબી ગયો છે, જેથી પરિવારજનો લાંછનપુરા ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સાવલી પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, ક્યાંય પતો લાગ્યો નહોતો. રાત્રે અંધારું થઈ ગયો હોવાથી આજે 6 નવેમ્બરના રોજ સવારે ફાયર બ્રિગેડ વડોદરાની મદદ લેવામાં આવી હતી અને તેઓએ મહિસાગર નદીમાંથી દિવ્ય ગુપ્તાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મૃતક યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તા જરોદ ખાતે આવેલી ITM યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. સાથે-સાથે પાર્ટટાઈમ ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો. મૃતક અપરણિત હતો અને મૃતકના પિતાને બે પુત્રો હતા. મૃતકનો નાનો ભાઈ 15 વર્ષનો છે ત્યારે ફરી એકવાર લાંછનપુરાની મહી નદી યમદૂત સાબિત થઇ છે.

Share :

Leave a Comments