એરપોર્ટ પાર્ટીપ્લોટ પાસે ગતરોજ થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકે આજે સારવાર દરમિયાન દમ તોડ્યો

વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે

MailVadodara.com - A-young-man-injured-in-an-accident-near-the-airport-party-plot-yesterday-died-during-treatment-today

- ખોડિયારનગર વિસ્તારમાં રહેતો યુવક મિત્ર સાથે થ્રી વ્હીલર ટેમ્પો લઈ જતો હતો ત્યારે મજાક કરી સ્ટેરીંગ ખેંચતા પલટી મારી ગયો હતો, જેને પગલે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યુ

- અન્ય એક બનાવમાં કીર્તિ સ્તંભ પાસે રિક્ષા પલટી જતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા

વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગત રોજ શહેરના એરપોર્ટ પાર્ટીપ્લોટ પાસે થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધનાથ પ્લેનેટમાં રહેતા અને ખાનગી નોકરી કરતો યુવક મયુરકુમાર રાજેશભાઈ રાણા (ઉંમર વર્ષ 31) ગઈકાલે સવારે એરપોર્ટ પાસે આવેલા પાર્ટીપ્લોટ પાસે થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને પ્રથમ સારવાર માટે વીઆઇપી રોડ કારેલીબાગ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવકનું સયાજી હોસ્પિટલમાં આવેલ SICU ઓર્થો બી યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ મામલે હરણી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવક ખાનગી નોકરી કરતો હતો અને તે તેના મિત્ર સાથે થ્રી વ્હીલર ટેમ્પો લઈ જતો હતો ત્યારે મજાક કરી સ્ટેરીંગ ખેચાતા તે પલટી મારી તેના પર પડતા ગંભીર ઇજાઓને લઈ આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. હાલમાં યુવકનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સાથે અન્ય એક બનાવમાં આજે સવારે શહેરના કીર્તિ સ્તંભ પાસે એક રીક્ષા પલટી ગઈ હતી. જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તમાં દેવીલાલ ઉદયલાલ સાલવી (ઉંમર વર્ષ 30) અને આશા અમિતભાઈ મડલોઈ (ઉંમર વર્ષ 19, રહે કાસલા ગામ, દાહોદ) સવારે કીર્તિસ્તંભ પાસે રીક્ષા પલટી જતા ઇજાગ્રસ્ત થયા હતા અને હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Share :

Leave a Comments