સાવલીમાં પ્રેમલગ્ન બાદ ધમકી મળતી હોવાના આક્ષેપ કરી ગુમ થયેલો યુવક બે દિવસ બાદ સુરક્ષિત મળ્યો

ન્હારા ગામના યુવકે વીડિયો બનાવી વાઈરલ કરતા પરિવાર અને પોલીસ દોડતા થયા હતા

MailVadodara.com - A-young-man-from-Savli-who-had-gone-missing-after-alleging-he-was-receiving-threats-following-a-love-marriage-was-found-safe-two-days-later

- આત્મહત્યાની વાત કરતો વીડિયો વાયરલ થયો હતો, પોલીસે અલગ અલગ ટીમો બનાવી બે દિવસે યુવકને આણંદ તરફથી સુરક્ષિત શોધી ડેસર પોલીસે શોધી પરિવારને સોંપ્યો હતો

વડોદરાના સાવલી તુલાકના ન્હારા ગામમાં એક યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ સાસરી પક્ષના લોકો દ્વારા સતત ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધમકીઓથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો વીડિયો બનાવી યુવાન ગુમ થઈ જતા પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બે દિવસે યુવકને શોધી કાઢ્યો હતો અને પરિવારને સોંપ્યો હતો.

Savli Love Marriage Controversy; Youth Missing After Threat Video

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં યુવક કહી રહ્યો છે કે, તેણે અને તેની પત્નીએ પુખ્ત વયે એકબીજાની સંમતિથી સ્વેચ્છાએ લગ્ન કર્યા છે અને છોકરી તેની સાથે રહેવા માંગે છે. પરંતુ છોકરીના માતા-પિતા તેને મોકલવાની ના પાડે છે. છોકરીના મોસાળ પક્ષના લોકો એટલે કે તેના મામા ધીરો, મુકો, સૈલો, કારુભાઈ, અજીતકો અને વાઘા કાકા તેને ધમકી આપે છે કે જો તે પોતાના ગામ 'નારા' માં રહેશે તો તેઓ તેને જાનથી મારી નાખશે.'

છોકરીના પરિવારજનો દ્વારા તેને અને તેના પરિવારને સતત ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે તેની પત્નીને પણ જબરદસ્તીથી છૂટાછેડા લેવા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. યુવક કહી રહ્યો છે કે, હાલ તેની પત્ની તેના પિતાને ઘરે હોવા છતા તેને ધમકીઓ આપવામાં આવી રહી છે.

યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, તેને મળી રહેલી ધમકીઓના કારણે તે પોતાના ઘરે જઈ શકતો નથી. તેને સાતથી આઠ વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેનાથી કંટાળી તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જેના માટે સાસરી પક્ષના લોકો જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યો છે.

યુવક ગત 13મી તારીખે પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને શોધવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પત્તો ન લાગતા 15મી તારીખે ડેસર પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.ડેસર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સતત બે દિવસ સુધી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવકને આણંદ તરફથી સુરક્ષિત હાલતમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકનો પરિવારજનો સાથે સંપર્ક કરાવી તેને સુરક્ષિત રીતે તેમના હવાલે કરવામાં આવ્યો હતો.

આ અંગે ડેસર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. બારોટે જણાવ્યું હતું કે,લગ્ન કર્યા બાદ ગામમાં આવ્યો હતો. આ દીકરી ગામની ભાણી હોવાથી તેઓના પરિવારે ત્યાં રહેવાનોઇનકાર કર્યો હતો. દરમ્યાન છોકરી પક્ષે છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં ગયા હતા, જો કે છોકરીએ કોર્ટમાં છૂટાછેડા આપવાની ના પાડતા તે હાલમાં પોતાના વતન બોરસદ લઈ જવામાં આવી છે. યુવકે આપેલા નામ સામે અમે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ગામની ભાણી હોવાથી તે અન્ય જગ્યાએ રહે તો પિયર પક્ષ તેને મોકલશે તેવી વાત કરવામાં આવી છે.

Share :

Leave a Comments