મકરપુરા રેલવે સ્ટેશન નજીક એક યુવકે માલગાડી સામે પડતું મૂકી આત્મહત્યા કરી

મૃતક મૂળ બિહારનો રહેવાસી, ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી

MailVadodara.com - A-young-man-committed-suicide-by-throwing-himself-in-front-of-a-goods-train-near-Makarpura-railway-station

- ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી, આપઘાતનું કારણ અકબંધ

વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન નજીક એક યુવકે માલગાડી સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતક મૂળ બિહારનો રહેવાસી છે. તેનુ નામ રવિ હોવાનું જાણવા મળ્યું છે. રવિ પરીણીત હતો અને એક સંતાનનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, તેણે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. યુવકે આત્મહત્યા કરી કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

પોલીસ દ્વારા મૃતકના મોબાઇલ ફોન, અંગત વસ્તુઓ અને પરિવારજનોના નિવેદનોના આધારે ઘટનાનું સાચું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

Share :

Leave a Comments