મુજપૂર-ગંભીરા પૂલ ઉપર કોઇ અજાણ્યા વાહનો આવી ના ચઢે તેની સલામતી માટે દિવાલ બનાવાઇ

અન્ય રાજ્યના વાહનો જીપીએસથી ચાલતા હોવાથી ભૂલમાં પણ આ પૂલ ના ઉપયોગ કરે તે માટે કામચલાઉ દિવાલ બનાવાઇ

MailVadodara.com - A-wall-has-been-built-on-the-Mujpur-Gambhira-bridge-to-prevent-any-unknown-vehicles-from-entering-it


પાદરા તાલુકાના મુજપૂર અને આંકલાવના ગંભીરા વચ્ચે આવેલો પૂલ તૂટી પડવાની ઘટનામાં બહારના રાજ્યથી આવતા વાહનો અજાણતા આવી ના ચઢે એ માટે કામચલાઉ દિવાલ બનાવવામાં આવી છે. 


ખાસ કરીને રાત્રીના સમયે બહારના રાજ્યમાં આવતા વાહનો સ્થાનિક ભૂગોળથી અપરિચીત હોવાથી રોડ મેપની જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ભૂતકાળમાં આવી જીપીએસ સિસ્ટમ ઉપયોગ કરવાના કારણે વાહનો નિર્માણાધિન પૂલથી નીચે પડ્યા હોવાના બનાવો પણ અન્ય રાજ્યમાં બન્યા છે. 

આ બાબતને ધ્યાને રાખી મુજપૂર પૂલ આડે કામચલાઉ દિવાલ બનાવવામાં આવી છે. આ દિવાલ અંદર રહેલા વાહનો રેસ્ક્યુની કામગીરીની સાથે જોડાયેલા છે. કામગીરી પૂર્ણ થશે ત્યારે તેમને બહાર કાઢી લેવાશે. 

Share :

Leave a Comments