- એલ.સી.બી. ઝોન - ૨ ની ટીમે આ ગુનામાં સામેલ આરોપી ઉવેશ ઉર્ફે દાઢી મોહસીન શેખ (રહે. મીરા એવન્યુ, ચીતારાવાડ, સુલતાનપુરા, લહેરીપુરારોડ)ને ઝડપી પાડયો
કાર ભાડે લીધા પછી સગેવગે કરી દેનાર ભેજાબાજ ત્રણ મહિના પછી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોલીસે તેની પાસેથી કાર કબજે લીધી છે.
ફતેગંજ સદરબજારમાં મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરૂલહક્ક ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી પાસે ચાર કાર છે અને તે સોશ્યલ મીડિયાની એપ મારફતે ભાડે આપવાનું કામ કરું છું.ગઇ તા.૫મી ફેબુ્રઆરીએ સાંજે મને અતાઉર રહેમાન સાકીર ભાઇ મેમણ (રહે. શાંતિવન સોસાયટી, મહાબલી પુરમ પાછળ, તાંદલજા)એ ફોન કરી પાંચ દિવસ માટે ડભોઇ જવું હોવાથી કાર ભાડે માગી હતી. મેં એક દિવસનું રૂ.૫ હજાર ભાડું નક્કી કરી કાર આપી હતી. જેથી અતાઉર રહેમાને મને રૂ.૨૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ તે કાર લઇને ફરાર થઇ ગયો હતો. દરમિયાન એલ.સી.બી. ઝોન - ૨ ની ટીમે આ ગુનામાં સામેલ આરોપી ઉવેશ ઉર્ફે દાઢી મોહસીન શેખ (રહે. મીરા એવન્યુ, ચીતારાવાડ, સુલતાનપુરા, લહેરીપુરારોડ)ને ઝડપી પાડયો છે.


