પાદરા તાલુકાના ખેડૂતનો મોબાઇલ હેક કરી ઠગે બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન કરી 1.93 લાખ પડાવ્યા

સાંપલા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેન્દ્ર જેઠાભાઇ પટેલે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-thief-hacked-the-mobile-phone-of-a-farmer-from-Padra-taluka-and-made-two-transactions-from-his-bank-account-withdrawing-Rs-1-93-lakh

- દુકાનમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર ન થતાં બેન્કમાંથી સ્ટેટમેન્ટ કઢાવ્યું તો ખાતું ખાલીની જાણ થઇ

પાદરા તાલુકાના ખેડૂતનો મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી બે દિવસમાં બે ટ્રાન્ઝેક્શન કરી સાયબર ગઠિયાઓએ રૂપિયા ૧.૯૩ લાખ પડાવી લીધા હતાં.

પાદરા તાલુકાના સાંપલા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેન્દ્ર જેઠાભાઇ પટેલે વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  હું ખેતી કરું છું. તેમજ મારી પુત્રી સ્વાતીનું માસરરોડની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું સેવિંગ્સ બેક એકાઉન્ટ ઓપરેટ કરું છું. અમારા ગામમાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરમાં મારી બાકી રકમ રૂપિયા ૩૦ હજાર આપવા માટે હું દુકાન પર ગયો હતો અને બેન્કના સ્કેનરથી મારા મોબાઇલની ગુગલ પે એપ્લિકેશન દ્વારા રૂપિયા ૩૦ હજાર ટ્રાન્સફર કરતા ટ્રાન્ઝેક્શન ફેઇલ બતાવ્યું હતું.

ત્યારબાદ બેથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરવા છતાં ફેઇલ બતાવ્યું હતું અને છેલ્લે નો લિમિટ લખાવીને આવ્યું હતું. બાદમાં મેં બેન્કમાં જઇને સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું હતું કે તા.૧૯ના રોજ ૯૮૦૦૧ અને તા.૨૦મીએ રૂપિયા ૯૫૦૦૧ બારોબાર ટ્રાન્સફર થઇ ગયા છે. બાદમાં જાણવા મળ્યું હતું કે આ દિવસો દરમિયાન મેં બેન્કમાંથી કોઇ ટ્રાન્ઝેક્શન કર્યા નથી પરંતુ ફોન હેક કરી કોઇ સાયબર ગઠિયાએ હું જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરુ છું તેમાંથી બારોબાર ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. આ અંગે તુરંત જ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી. ઉપરોક્ત વિગતો અંગે પોલીસે આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી સાયબર ગઠિયાઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

Share :

Leave a Comments