જેલ રોડ પર ટેન્કરે દંપતીને અડફેટે લીધું, પત્નીના પગ પરથી ફરી વળ્યું વ્હીલ, ટેન્કર ચાલકની અટકાયત કરી

ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

MailVadodara.com - A-tanker-hit-a-couple-on-Jail-Road-the-wheel-rolled-off-the-wifes-leg-the-tanker-driver-was-arreste

વાસણા રોડ પર રહેતા માનાભાઈ બારીયા તેમની પત્ની ચંચળબેનને બાઇક પર બેસાડી સયાજી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા

- અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરા શહેરના જેલ રોડ પર આવેલ ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા દેવનગરમાં રહેતા માનાભાઈ બારીયા તેમની પત્ની ચંચળબેનને બાઇક પર બેસાડી સયાજી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. પતિ માનાભાઈની સયાજી હોસ્પિટલમાં લીવરની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન જેલ રોડ ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે પહોંચતા ટેન્કરે તેમની બાઇકને અડફેટે લીધી હતી.

અકસ્મતમાં ચંચળબેન રસ્તા પર પટકાયા હતા અને ટેન્કરનું આગળનું વ્હીલ તેમના જમણા પગ પરથી ફરી વળ્યું હતું. જેના કારણે તેમના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. માનાભાઈને પણ ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

સવારે 9 વાગ્યા બાદ આ વિસ્તારમાં ભારદારી વાહનો માટે નો એન્ટ્રી હોવા છતાં ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments