વડોદરા રેલવે સ્ટેશન પર પાર્સલ ઓફિસના ખૂણામાં પડેલા ખાખી બોક્સમાંથી દારૂનો જથ્થો ઝડપાયો!

ગોવાથી રેલવેના પાર્સલમાં વડોદરામાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું

MailVadodara.com - A-quantity-of-liquor-was-seized-from-a-khaki-box-lying-in-the-corner-of-the-parcel-office-at-Vadodara-railway-station

- અટલાદરાની શિવાય સેલ્સ પેઢીના માણસો દારૂની ડિલિવરી લેવા આવે તે પહેલા ઝડપાયો

- પાર્સલોમાંથી 12 નાના બોક્સ હતા અને તેમાં દારૂની૧.૮૭ લાખ કિંમતની ૧૪૪ બોટલો હતી

ગોવાથી રેલવેના પાર્સલમાં વડોદરામાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું છે. રેલવેના પાર્સલોમાં ગોવાથી આવેલી દારૂની ૧૪૪ બોટલો કબજે કરી દારૂ મોકલનાર તેમજ ડિલિવરી લેનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે સાંજે રેલવે એલસીબીનો સ્ટાફ રેલવે સ્ટેશન પર હતો ત્યારે માહિતી મળી હતી કે, પ્લેટફોર્મ નંબર-૬ પરની પાર્સલ ઓફિસના ખૂણામાં પડેલા ખાખી બોક્સમાં દારૂનો જથ્થો ભર્યો છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં સાત બોક્સ મળ્યા હતા તેમજ અંદરથી દારૂની વાસ પણ આવતી હતી. આ અંગે પાર્સલ ઓફિસના સ્ટાફને પૂછતા પાર્સલો મડગાંવ રેલવે સ્ટેશનેથી અનીલકુમાર (રહે.પટેલ ચોક પાસે, પણજી, નોર્થ ગોવા)એ મોકલ્યા છે અને રિસીવર તરીકે શિવાય સેલ્સ (શિવાંશ એપાર્ટમેન્ટ, ચાણક્યનગરી પાસે, અટલાદરા)નો ઉલ્લેખ અને હજી સુધી આ પાર્સલો લેવા કોઇ આવ્યું નથી તેમ જણાવ્યું હતું.

આ દરમિયાન પોલીસે પાર્સલો ચેક કરતાં અંદરથી ૧૨ નાના બોક્સ મળ્યા હતા અને તેમાં દારૂની રૂા.૧.૮૭ લાખ કિંમતની ૧૪૪ બોટલો હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments