બીલ ગામે પાસે કાંસા ડિલાઈટ રેસિડેન્સીમાં કાર નીચેથી એક ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરાયું

કાંસા ડિલાઈટ રેસિડેન્સીમાં મગરનું બચ્ચું આવી પહોંચતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો

MailVadodara.com - A-one-foot-long-baby-crocodile-was-rescued-from-under-a-car-at-Kansa-Delight-Residency-near-Beel-village

- વન્યજીવ રેસ્ક્યૂ ટીમે કાર્યવાહી કરીને મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી પાડ્યું હતું


વડોદરા શહેરના બીલ ગામ પાસે આવેલી કાંસા ડિલાઈટ રેસિડેન્સીમાં એક મગરનું બચ્ચું પહોંચી ગયું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વન્યજીવ રેસ્ક્યૂ ટીમે કાર્યવાહી કરીને મગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી પાડ્યું હતું.


મળતી માહિતી મુજબ, શહેરના બીલ પાસે કાંસા ડિલાઈટ રેસિડેન્સીમાં મગરનું બચ્ચું ફરી રહ્યું હોવાની જાણ રેસ્ક્યૂ ટીમના જીગ્નેશ પરમારને થઈ હતી. માહિતી મળતાની સાથે જ તેઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સોસાયટીની અંદર એક કાર નીચે સંતાઈને બેઠેલા લગભગ એક ફૂટના મગરના બચ્ચાને રેસ્ક્યૂ ટીમ દ્વારા સાવચેતીપૂર્વક અને સલામત રીતે પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું.


બીલ પાસે આવેલી કાંસા ડિલાઈટ રેસિડેન્સીમાં મગરનું બચ્ચું આવી પહોંચતા સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, કેટલાક લોકોએ મગરના બચ્ચાના ફોટા પણ લીધા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા બચ્ચાને પકડી લેવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચેલા 10 જેટલા નાના-મોટા મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments