જાંબુવાની સોસાયટીમાં પાર્ક કારના એન્જિનમાંથી આશરે 3 ફૂટના બિનઝેરી સાપનું રેસ્કયૂ કરાયું

અઢી કલાકની જહેમતે મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે સાપનું સફળતાપૂર્વક રેસક્યુ કરાયું

MailVadodara.com - A-non-venomous-snake-measuring-about-3-feet-was-rescued-from-the-engine-of-a-parked-car-in-Jambuvani-Society

- જીવદયા કાર્યકરોએ આ સાપને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો

વડોદરામાં ચોમાસા દરમિયાન મગર તેમજ સાપ રહેણાંક વિસ્તારમાં આવી જવાના વારંવાર બનાવો બની રહ્યા છે ત્યારે જાંબુઆ વિસ્તારમાં એક કારના બોનેટમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે.

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. તેમાં વિવિધ પ્રકારના સરિસૃપો આશરો લે છે. સામાન્ય રીતે ચોમાસામાં આ સરિસૃપો રહેણાંક વિસ્તરોની નજીક દેખાતા હોય છે. ત્યારે જાંબુઆની ઓમ આસ્થા સોસાયટીમાં ગત રાતે એક સાપે દેખા દીધી હતી. કાર ચાલકને શંકા જતા તેણે બોનેટ ખોલીને એન્જિન ચેક કર્યું હતું. તેવામાં એન્જિનમાં સંતાયેલા સાપ પર તેઓની નજર પડી હતી. જે બાદ તુરંત આંખના પલકારામાં સાપ અદ્રશ્ય થઇ ગયો હતો. બાદમાં આ સાપને રેસ્ક્યૂ કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ વોલંટીયર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બોનેટ ખોલીને મોબાઇલ ટોર્ચ લાઇટના સહારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાપ એક જગ્યાએ જોવા મળે અને તુરંત અદ્રશ્ય થઇ જતો હતો. આ પકડદાવ વચ્ચે આખરે અઢી કલાકની જહેમત બાદ સાપને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. લગભગ ત્રણ ફૂટના બિનજેરી સાપને ગુજરાતીમાં ડેન્ડવા તરીકે ઓળખવામાં આવે છે. જીવ દયા કાર્યકરોએ આ સાપને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ચોમાસામાં આ પ્રકારે વાહનોમાંથી સંતાયેલા સાપનું રેસ્ક્યૂ કરવાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય છે.

Share :

Leave a Comments