હરણી વિસ્તારમાં 19 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરાશે

મોટનાથ મહાદેવ પાસે બનનાર આ પ્રોજેક્ટ 6155.85 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવાશે

MailVadodara.com - A-new-state-of-the-art-fire-station-and-staff-quarters-will-be-constructed-in-Harni-area-at-a-cost-of-Rs-19-crore

- નવા ફાયર સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ફાયર ટ્રક માટે ડબલ હાઇટ ઓપન સ્પેસ, સર્વિસ સ્ટેશન, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કન્ટ્રોલ રૂમ, સ્ટ્રોંગ રૂમ, લોકર અને ચેન્જ રૂમ, જીમ, ફોયર, પાણીની સુવિધા તેમજ મહિલાઓ અને પુરુષો માટે અલગ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા રહેશે

વડોદરાના હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ પાસે રૂ.19 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરાશે.


ફાયર વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેશન પર જ રહેવાની સુવિધા મળશે, જેથી કટોકટીના સમયમાં ઝડપી સેવાઓ પૂરી પાડી શકાય. સમગ્ર પ્રોજેક્ટ 6155.85 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે.

નવા ફાયર સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ફાયર ટ્રક માટે ડબલ હાઇટ ઓપન સ્પેસ, સર્વિસ સ્ટેશન, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કન્ટ્રોલ રૂમ, સ્ટ્રોંગ રૂમ, લોકર અને ચેન્જ રૂમ, જીમ, ફોયર, પાણીની સુવિધા તેમજ મહિલાઓ અને પુરુષો માટે અલગ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા રહેશે. ઉપરાંત ટ્રેનિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, અધિકારીઓની કેબિન, રેકોર્ડ રૂમ, ડાયનિંગ રૂમ, સ્ટોર, ફાયર ડ્રિલ એરિયા સહિતની આધુનિક પાયાની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તે જ બિલ્ડિંગમાં કુલ 45 જેટલા 2BHK અને 3BHK પ્રકારના સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવશે. નવા ફાયર સ્ટેશનના નિર્માણથી હરણી તથા આસપાસના વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા વધુ સચોટ, મજબૂત અને ઝડપી બનશે, જેથી નાગરિકોની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે.

Share :

Leave a Comments