- મહારાષ્ટ્રના વૃદ્ધને સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉભા કરવા રૂપિયાની જરૂર હતી
મહારાષ્ટ્ર ખાતે રહેતા વૃદ્ધ કંપનીના માલિકને સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉભા કરવા માટે રૂપિયા 300 કરોડની બિઝનેશ લોન અપાવવાનુ કહીને તેમની પાસેથી રૂપિયા 30 લાખ કમિશન આપવું પડશે તેમ કહેતાં 25 લાખ કમિશન પેટે પડાવ્યા હતા. પરંતુ લોન નહી થતા રૂપિયા પરત માગતા માત્ર 2.50 લાખ પરત આપ્યાં હતા જ્યારે બાકીના રૂપિયા 22.50 લાખ આજ દીન સુધી પરત નહી આપતા માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વારંવાર ફોન કરતા ઠગો ફોન પણ ઉપાડતા ન હતા.
મૂળ વાપીના અને હાલમાં મહારાષ્ટ્રમાં રહેતા વૃદ્ધ (ઉં.વ.71)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, હું દીકરા સાથે મળીને વાપી-વલસાડ ખાતે હિરેન એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ મેન્યુફેક્ચરીંગ કંપની ચલાવીએ છીએ. વર્ષ 2021માં સમયગાળા દરમિયાન મારી રાધીકા ઈન્ટરમીડીએસ્ટ નામની કંપની વાપી જીઆઇડીસી વલસાડ ખાતે છે. ત્યારે કંપનીમાં સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ ઉભા કરવા માટે નાણાંની જરૂરીયાત હતી. જેથી મે મારા મિત્ર ગીરીશ શુક્લાજી પાસે મારી રાધીકા ઈન્ટરમીડીએસ્ટ કંપનીના પ્રોજેકટ ઉભા કરવા માટે નાણાની જરૂરીયાત માટેની વાત કરવા માટે ગયો હતો. ત્યારે તેમણે વડોદરામાં સીગ્નેટ હબ કોમ્પલેક્ષમાં નયના મહીડા સહયોગ ફાઇનાન્સીયલ સર્વીસ નામથી ઓફીસ ચલાવે છે. તેઓ લોન કરી આપશે.
મારી કંપનીના પ્રોજેક્ટ માટે નાણાની ખુબ જ જરૂરીયાત હોય હુ નયના મહીડાની સહયોગ ફાઇનાન્સીયલ સર્વીસની ઓફીસ અક્ષર ચોક ખાતે આવ્યો હતો. ત્યાં નયના મહીડા તથા તેમના દીકરા આકાશ મહીડાને કંપનીમાં સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ ઉભા કરવા નાણાની જરૂરીયાત છે. નયનાબેન મહીડાએ તેઓ ઘણા સમયથી લોન એજન્ટ તરીકેનુ કામ કરવા સાથે સહયોગ ફાઇનાન્સીયલ સર્વિસ નામની પેઢીથી અમને જેટલા રુપીયાની લોન જરૂર હશે એટલા તમને મળી જશે તેમ જણાવ્યુ હતું. અમારી બિઝનેશ લોન તેઓ ચોક્કસ પણે કરાવી આપશે તેવો ભરોસો આપ્યો હતો.
નયનાબેન તથા તેના દીકરા આકાશ મહીડાને અમારે 300 કરોડની બીઝનેસ લોનની જરૂરીયાત છે. તેવી વાત કરતા તેમણે જો તમારે 300 કરોડની લોન કરાવવી હશે તો અમે તમને 4 ટકા વ્યાજના દરથી લોન મંજુ૨ કરાવી આપીશું. તમારે અમને લોન એજન્ટ તરીકેનું 30 લાખ રૂપિયા કમિશન આપવું પડશે. ત્યારબાદ માતા અને પુત્રે મારી પાસેથી સહયોગ ફાઈનાન્સીયલ પેઢીના એકાઉન્ટમાં એકાઉન્ટમા રૂપીયા 25 લાખ કમિશન પેટે લીધા હતા, પરંતુ, કોઇ લોન નહી કરાવી આપતા તેમની પાસે મે રૂપિયા પરત માગતા તેમણે માત્ર 2.50 લાખ પરત આપ્યાં હતા. જ્યારે બાકીના 22.50 લાખ લેવા માટે વારંવાર ફોન કરવા છતાં માતા પુત્રે ઉપાડતા ન હતા. જેથી ડીસીબી પોલીસે કંપની સંચાલકની ફરિયાદના આધારે નયના મહિડા તથા આકાશ મહિડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


