કોયલીના મેડિકલ સ્ટોરમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા સામાન બળીને ખાક થઇ ગયો

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું

MailVadodara.com - A-massive-fire-broke-out-in-a-medical-store-in-Koyali-late-at-night-destroying-the-goods

વડોદરાના કોયલી વિસ્તારમાં મોડી રાત્રે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે બીજી દુકાનોને બચાવી લીધી હતી. 


કોયલી વિસ્તારમાં આવેલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલી મેડિકલ સ્ટોરમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ દુકાનનો અન્ય સામાન ખાક થઈ ગયો હતો. બનાવની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેતા આગને કાબુમાં લેવામાં આવી હતી. પોલીસ અને વીજ કંપનીની ટીમો પણ મદદ માટે આવી ગઈ હતી. પરિણામો બીજી દુકાનોને નુકસાન થતાં અટક્યું હતું.


Share :

Leave a Comments