- 'આસપાસ લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન'

વડોદરા શહેરના ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા અફરા તફરી મચી જવા પામી હતી. આ રેસ્ટોરન્ટ આખી વાંસની લાકડીઓમાંથી બનાવેલ હોવાથી આગ લગતા જ આંખના પલકારામાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાર્ડન રેસ્ટોરન્ટ આખી બળીને ખાખ થઈ ગઈ હતી.

વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલ `તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ જોત જોતામાં આખા રેસ્ટોરન્ટમાં ફેલાઈ જતા જોત જોતામાં વાસની લાકડીઓ હોવાથી ભડભડ સળગી ઊઠી હતી. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી છાણી ટીપી 13 સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબા લેવાનાઓ પ્રયાસ કર્યો હતો. આ ફાયર બુઝાવે તે પહેલા આખું ગાર્ડન રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું.

આ બનાવ અંગે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગ વાસની લાકડીઓથી બનેલ ગાર્ડન રેસ્ટોરન્ટ હોવાથી ઝડપી પ્રસરી હતી. આ આગ લગતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદ સીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગનું કહેવું છે કે, આ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.


