લગ્નની લાલચે પરિણીત યુવકે દુષ્કર્મ આચરીને યુવતીને ગર્ભવતી બનાવી, તરછોડી દેનાર આરોપીની ધરપકડ

યુવતીએ આ મામલે દાહોદના રાકેશ શનુ બારીયા સામે તાલુકા પોલીસના ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - A-married-man-out-of-greed-for-marriage-raped-a-girl-and-made-her-pregnant-the-accused-who-abandoned-her-was-arrested

- આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો

- પોલીસે યુવતીએ નોંધાવેલી ફરિયાદ આધારે પરિણીત આરોપી રાકેશ શનુ બારીયાની ધરપકડ કરી

વડોદરાના ભાયલી સેવાસી રોડ પર એક યુવતીને લગ્નની લાલચ આપી પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણીની સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધા બાદ લગ્ન નહીં કરી તરછોડી હતી. આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીએ આ મામલે તાલુકા પોલીસના ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદના દાભડા ગામના રહેવાસી રાકેશ શનુ બારીયા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલા ભાયલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. રાકેશ બારીયાએ પરિણીત હોવા છતા યુવતીને પ્રેમજાળમા ફસાવી હતી, આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપીને તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં યુવતીને ગર્ભ રહી જતા તેણી ગર્ભવતી બની ગઈ હતી, ત્યારબાદ આરોપીએ યુવતીને તરછોડી દીધી હતી અને લગ્ન પણ કર્યા નહોતા. આ ઉપરાંત આરોપીએ યુવતીને આ ઘટનાની જાણ કોઈને કરાશે તો યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

યુવતીએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપી રાકેશ શનુ બારીયાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાતા પોલીસે તેને જ્યુડિશિયલ કસ્ટડીમા મોકલી આપ્યો છે.

Share :

Leave a Comments